જય શ્રી માત શક્તિ

જય શ્રી માત શક્તિ
જય શ્રી માત્ શક્તિ

Tuesday, May 10, 2011

મોટા વાગુદડ ગામના ઝાલા ભાયું

મોટા વાગુદડ ગામ આશરે 700 વર્ષ જુનું ગામ છે. તે સમયે ધ્રોલનું નામ ધમલપુર હતું અને તેનો છેલ્લો રાજા ધમલ ચાવડા હતો. વાગુદડ ગામનું તોરણ ઝાલા કુટુંબના વડવાઓએ બાંધેલું. ઝાલા કુટુંબના વડવાઓ મુળ પાટડી બાજાણાના હતા. બારોટના કહેવા પ્રમાણે “ચામુંડા માતાજીએ સ્વપ્નમાં આજ્ઞા કરેલ કે તમે પાટડી છોડી અન્ય જગ્યાએ સ્થાયી થાવ, હું તમારી પહેલા ત્યાં પહોંચીશ. ત્યાં તમે મારી સ્થાપના કરજો.”

ચામુંડા માતાજીની આજ્ઞા મુજબ વાગુદડના ઝાલા કુટુંબના વડવાઓએ વાગુદડ ગામનું તોરણ બાંધ્યું અને ચામુંડા માતાજીના મઢની સ્થાપના કરી. હાલમાં વાગુદડના ઝાલાઓ છેલ્લા 700 વર્ષથી રહે છે. ઝાલાઓ આગમન બાદ થોડા વખત પછી રાઠોડ આવ્યા, ત્યાર પછી વાગુદડમાં સોલંકી, ચૌહાણ અને જાદવ આવ્યા.

વખત જતા વાગુદડના ઝાલા ભાયું માંથી થોડાક જાયવા ગામ અને થોરીયળી ગામમાં નોખા થયા. આમ, હાલમાં ધ્રોલ તાલુકામાં ઝાલાઓના ત્રણ ગામ છે. ત્રણ ગામના ઝાલાઓ “ખીમા ડાડા” ના વંશજો છે. તેઓ માતાજીના નૈવેધ કરવા દર વરસે આઠમા નોરતે મોટા વાગુદડ ભેગા થાય છે અને ભાયું ભાગ આપે છે.

ઝાલાઓના શુરાપુરા “અખે ડાડા” છે અને તેની ખાંભી મોટા વાગુદડના પાદરમાં જ છે. અખેડાડાની બાજુમાં તેમના સોલંકી મિત્રની ખાંભી છે.

મોટા વાગુદડના વોંકરાના કાંઠે ખીમા ડાડાની સમાધિની જગ્યા આવેલી છે જે ત્રણ ગામના ઝાલા ભાયું સંભાળે છે.

આમ, મોટા વાગુદડ ગામનાં સંત અને શુરા બન્ને ઝાલામાંથી થયેલ છે.

મોટા વાગુદડ ગામના ઝાલાઓ રીતરિવાજમાં સંસ્કારી, વર્તનના વિવેકી અને બોલીથી બુદ્ધિશાળી, વ્યવહારમાં શાંત પરંતુ નિડર, કાર્યમાં પ્રમાણિક, મહેનતું અને સાહસિક સ્વભાવવાળા હોય છે. મોટાભાગના ઝાલાઓના દિકરાઓ શિક્ષિત છે.

Sunday, May 1, 2011

माँ सरस्वती

माँ सरस्वती

माँ सरस्वती हमारे जीवन की जड़ता को दूर करती हैं, सिर्फ हमें उसकी योग्य अर्थ में उपासना करनी चाहिए। सरस्वती का उपासक भोगों का गुलाम नहीं होना चाहिए। वसंत पंचमी के दिन विद्या की देवी सरस्वती के पूजन का भी विधान है। कलश की स्थापना करके गणेश, सूर्य, विष्णु तथा महादेव की पूजा करने के बाद वीणावादिनी माँ सरस्वती का पूजन करना चाहिए। माँ सरस्वती हमारे जीवन की जड़ता को दूर करती हैं, सिर्फ हमें उसकी योग्य अर्थ में उपासना करनी चाहिए। सरस्वती का उपासक भोगों का गुलाम नहीं होना चाहिए। वसंत पंचमी के दिन विद्या की देवी सरस्वती के पूजन का भी विधान है।




सरस्वती प्रार्थना

(हिन्दी अनुवाद सहित)



या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥1॥



जो विद्या की देवी भगवती सरस्वती कुन्द के फूल, चंद्रमा, हिमराशि और मोती के हार की तरह धवल वर्ण की हैं और जो श्वेत वस्त्र धारण करती हैं, जिनके हाथ में वीणा-दण्ड शोभायमान है, जिन्होंने श्वेत कमलों पर आसन ग्रहण किया है तथा ब्रह्मा, विष्णु एवं शंकर आदि देवताओं द्वारा जो सदा पूजित हैं, वही संपूर्ण जड़ता और अज्ञान को दूर कर देने वाली माँ सरस्वती हमारी रक्षा करें॥1॥



शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं

वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌।

हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌

वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥2॥



शुक्लवर्ण वाली, संपूर्ण चराचर जगत्‌ में व्याप्त, आदिशक्ति, परब्रह्म के विषय में किए गए विचार एवं चिंतन के सार रूप परम उत्कर्ष को धारण करने वाली, सभी भयों से भयदान देने वाली, अज्ञान के अँधेरे को मिटाने वाली, हाथों में वीणा, पुस्तक और स्फटिक की माला धारण करने वाली और पद्मासन पर विराजमान्‌ बुद्धि प्रदान करने वाली, सर्वोच्च ऐश्वर्य से अलंकृत, भगवती शारदा (सरस्वती देवी) की मैं वंदना करता हूँ॥2॥

Saturday, September 4, 2010

ઝાલા પરિવાર (ગામ-મોટા વાગુદડ તા-ધ્રોલ જી-જામનગર)

જય ચામુંડા માં 
 
(ચોટિલા)
*=*
કૂળ રીત જાતી કરીને
સાવજ જો ખડકી ખાય,
 તો લજા સિંહણના દૂધડા
  ને મા ભવાનીને ભોંઠપ થાય.
*=*
જે કરથી તે જાલીયુ
અમારી આરત આંગળીયું,
હવે મેલીશ મા તું માવડી,
મારે હજી પા પા પગલીયું
*=*
શક્તિ ઝરૂખે આવ્યા,
કર વધ્યો તત્કાળ,
ઝાલી મુક્યા મહેલમાં,
ત્રણેય નીજ કુમાર,
ઝાલવા થી ઝાલા થયા,
શતક બાર માંય,
શક્તિ પ્રકટ્યા પાટડી,
દિલીપ વંદે પાય
*=* 

 જય શ્રી ચામુંડા શક્તિ માતાજી



*==*
દુહો
રિદ્ધિ દે સિદ્ધિ દે
અષ્ટ નવ નિધિ દે
વંશ મે વ્રિદ્ધિ દે
બાંકબાણી...

હ્રદય મે જ્ઞાન દે
ચિત મે ધ્યાન દે
અભય વરદાન દે
શંભુરાણી...

મારા દુઃખ સબ દુર કર
સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર
દાસ જાણી...

સ્વજન સો હિત દે
કુટુંબ સો પ્રિત દે
જંગ મે જીત દે
મા ભવાની રે
માડી
જંગ મે જીત દે
મા ભવાની...
*=* 

આઇ શ્રી ચેહર માં 
(ગામ= મરતોલી, તા- વિરમગામ)
 
 આધ્યશક્તિ આઇ ચેહરની સ્તુતિ 
જ્યોત પ્રલંબા, જુગદંબા આધ્ય્ અંબા ઇશ્વરી 
વદન ઝળંબા, ચંદ્રબંબા તેજતંબા તુ ખરી 
હોયે અથાકં વીર હાકં, બજે ડાક બમ્મણી 
જગમાય પર્ચો દીઠ ચેહર, રાસ આવડ રમ્મણી 
તુ રાસ આવડ રમ્મણી (ર)


આઇ શ્રી ચેહર