જય શ્રી માત શક્તિ

જય શ્રી માત શક્તિ
જય શ્રી માત્ શક્તિ

Saturday, September 4, 2010

ઝાલા પરિવાર (ગામ-મોટા વાગુદડ તા-ધ્રોલ જી-જામનગર)

જય ચામુંડા માં 
 
(ચોટિલા)
*=*
કૂળ રીત જાતી કરીને
સાવજ જો ખડકી ખાય,
 તો લજા સિંહણના દૂધડા
  ને મા ભવાનીને ભોંઠપ થાય.
*=*
જે કરથી તે જાલીયુ
અમારી આરત આંગળીયું,
હવે મેલીશ મા તું માવડી,
મારે હજી પા પા પગલીયું
*=*
શક્તિ ઝરૂખે આવ્યા,
કર વધ્યો તત્કાળ,
ઝાલી મુક્યા મહેલમાં,
ત્રણેય નીજ કુમાર,
ઝાલવા થી ઝાલા થયા,
શતક બાર માંય,
શક્તિ પ્રકટ્યા પાટડી,
દિલીપ વંદે પાય
*=* 

 જય શ્રી ચામુંડા શક્તિ માતાજી



*==*
દુહો
રિદ્ધિ દે સિદ્ધિ દે
અષ્ટ નવ નિધિ દે
વંશ મે વ્રિદ્ધિ દે
બાંકબાણી...

હ્રદય મે જ્ઞાન દે
ચિત મે ધ્યાન દે
અભય વરદાન દે
શંભુરાણી...

મારા દુઃખ સબ દુર કર
સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર
દાસ જાણી...

સ્વજન સો હિત દે
કુટુંબ સો પ્રિત દે
જંગ મે જીત દે
મા ભવાની રે
માડી
જંગ મે જીત દે
મા ભવાની...
*=* 

આઇ શ્રી ચેહર માં 
(ગામ= મરતોલી, તા- વિરમગામ)
 
 આધ્યશક્તિ આઇ ચેહરની સ્તુતિ 
જ્યોત પ્રલંબા, જુગદંબા આધ્ય્ અંબા ઇશ્વરી 
વદન ઝળંબા, ચંદ્રબંબા તેજતંબા તુ ખરી 
હોયે અથાકં વીર હાકં, બજે ડાક બમ્મણી 
જગમાય પર્ચો દીઠ ચેહર, રાસ આવડ રમ્મણી 
તુ રાસ આવડ રમ્મણી (ર)


આઇ શ્રી ચેહર